“વિશ્વ યોગ દિવસ ” “યોગ ભગાવે રોગ” “ઘરે બેઠાં ” આસન કે પ્રાણાયામનો વિડીયો બનાવી સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ

જય ભારત જયવિજ્ઞાન સહ વિનય ઉપરોક્ત વિષય નાં અનુસંધાને “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ગુજરાત સરકાર ) ગાંધીનગર” પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર જિલ્લો મોરબી કાર્યરત છે
તા.21 જુન ” વિશ્વ યોગ દિવસ ” “યોગ ભગાવે રોગ ” નાં વિવિધ આસન કે પ્રાણાયામ નો વિડીયો બનાવી મોકલી આપો.
…આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બન્ને મહત્વપૂર્ણ છે.પહેલો છે જોડ અને બીજો સમાધિ. યોગ ધર્મ , આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે. ત્યાં પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે.
આ આઠ અંગો છે -યમ , નિયમ , આસન , પ્રાણાયમ , પ્રત્યાહાર, ધારણા, ધ્યાન , સમાધિ .
ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન.
કેટેગરી મુજબ સ્પર્ધકો એ કોઈપણ આસન કે પ્રાણાયામ નો વિડીયો બનાવી મોકલી આપો
આપનો યોગ નો વિડીયો મોકલવા માટે નીચે આપેલ કોઈપણ એક વોટસપ નંબર 9824912230 /8780127202 /97279 86386 પર તા.21 /7 /2021 રાત નાં 9=00 સુધી માં મોકલી આપો .

Comments
Loading...
WhatsApp chat