મોરબીમાં જમીન વેચાણના નામે કરોડોના ચીટીંગ કેસમાં વધુ બે ઝડપાયા

પાંચ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા

 

મોરબી શહેરમાં જમીનના ખોટા ખાતેદાર ઉભા કરી ખોટું સોદાખત કરી સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી હોય જે ગુનામાં પોલીસે અગાઉ પાંચ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવ્યા હતા તેમજ વધુ બે આરોપીને આજે ઝડપી લેવામાં સફળતા મળી છે

મોરબીના આલાપ રોડ પર રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આઠ ઇસમોએ ખોટા ખાતેદાર મારફત ખોટા આધાર કાર્ડ વડે સોદાખત કરાવડાવી ફરિયાદી પાસેથી રૂ ૩.૫૦ કરોડની રકમ લીધા બાદ રકમ ઓળવી જઈને ચીટીંગ કરી હતી જે ફરિયાદ બાદ એ ડીવીઝન પોલીસ ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી પીન્ટુ ભગવાનજીભાઈ નકુમ, અલ્પેશ ભગવાનજીભાઈ નકુમ, અંબારામભાઈ ડાયાભાઇ બાવરવા, અશોકભાઈ દામજીભાઈ કાસુન્દ્રા અને હરેશભાઈ ઉર્ફે હકાભાઇ નારણભાઈ જાકાસણીયા એમ પાંચ આરોપીને ઝડપી લઈને તા. ૧૬ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા ફર્ધર રિમાન્ડની માંગણી કરતા તા. ૧૭ સુધીના રિમાન્ડ મંજુર થયા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કર્યા છે

ઉપરાંત આરોપીઓએ ફરિયાદી સાથે જે સ્થળે મીટીંગ કરી હતી તે આરોપી ચુનીલાલ મકનભાઈ સતવારા રહે મહાવીરનગર અને સવિતાબેન ભગવાનજીભાઈ નકુમ રહે મોરબી મધરની વાડી એમ બે આરોપીને ઝડપી લીધા છે અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat