મોરબીના લાલપર ગામે ગાય પર એસીડ ફેંક્યાની ઘટનાથી રોષ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી પંથકમાં અવારનવાર ગૌવંશ પર હુમલા અને એસીડ ફેકી ગૌવંશને નુકશાન પહોંચાડવાની ઘટનાઓ બનતી રહે છે જેમાં આજે લાલપર ગામે ગાય પર એસીડ ફેકવાની ઘટના પ્રકાશમાં આવતા જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે

        મોરબીના લાલપર ગામમાં ગાય પર એસીડ ફેંકવામાં આવ્યું હોય જે અંગે ગામના જીવદયાપ્રેમી યુવાન મયુરભાઈ અઘારાને જાણ થતા તુરંત આ અંગે માહિતી મેળવી હતી અને ગાય પર એસીડ ફેંક્યાને પગલે ગાયને નુકશાન થયું હોય અને ઈજાગ્રસ્ત હાલતમાં હોય

જેથી તુરંત મોરબી યદુનંદન ગૌશાળાનો સંપર્ક કર્યો હતો અને ગાયને સારવાર માટે મોકલાઈ હતી જોકે આ ઘટનાને પગલે જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને આવા કૃત્ય કરનારને પકડીને સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે  

Comments
Loading...
WhatsApp chat