ટંકારા સ્થાનકવાસી જૈન સંધ તથા સમસ્ત જૈન સમાજ દ્વારા ચૈત્રી આયંબિલ ઓળીની આરાધનાની પુર્ણાહૂતી

કર્મથી હળવા બની જિન શાશનની શાસનમાં વધારો કરતા તપસ્વીઓના પારણા

 

 

ટંકારા સમસ્ત જૈન સમાજ સ્થા જૈન સંધ ધ્વારા સં 2080 ચૈત્રી આયંબિલ ઓળી મંગલકારી પ્રેરણા મહિમાવર્ત તપની આરાધના  ભાવ પુર્વક ની સમજણ થકી જૈન તથા જૈનેતર તપસ્યામાં જોડાયેલ.

ટંકારાના આંગણે જ્યા જૈન સમાજની સંખ્યા ઓછી છે ત્યાં 50 જેટલી સંળગ ઓળી આયંબિલ આરાધના કરનાર ટંકારા માટે અવિસ્મરણીય છે. ચૌત્ર માસમા દરરોજ વ્યાખ્યાન પ્રતિકમણ સ્તવન અને વિવિધ આરાધના થી સકળ સંધ મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજ રોજ સ્થા જૈન ઉપાશ્રય ખાતે આયંબિલ કરનાર ભાવિકોના પારણા યોજાયા હતા ત્યારે ઓળીના આરાધકોની અનુમોદના અર્થે સંપુર્ણ આયંબિલ ઓળી-દૈનિક પ્રભાવના-પારણા ના લાભાર્થી પ. પુ. માતુશ્રી જડાવબેન મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવાર તરફથી સૌ આરાધકોને ટ્રાવેલિંગ બેગ ઉપરાંત મોરબી સ્થા જૈન સંધ પ્રમુખ નવિનકાકા – તારાચંદ માણેકચંદ દોશી પરીવાર, મોરબી દરબારગઢ દેરાસર પ્રમુખ કલ્પેશભાઈ – જયશ્રીબેન સુર્યકાંત ધોધાણી પરીવાર, વિશા શ્રીમાળી યુવક  મંડળ મોરબીના મનોજભાઈ- મંજુલાબેન ધિરજલાલ દેસાઈ પરિવાર, વિશા શ્રીમાળી યુવક  મંડળ મોરબીના સેકેટરી રાજુભાઈ – મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવાર, સિધ્ધાર્થ કલોક & ગિફ્ટ આર્ટિકલ મેનેજીંગ ડાયરેક્ટર સાગરભાઈ – દિનાબેન દિલિપભાઈ સુતરીયા પરીવાર તરફથી તમામ આરાધકોને વોલ પિસ કીસ્ટેનડ તથા દિનાબેન દિલિપભાઈ સંપટભાઈ સુતરીયા પરીવાર તરફથી વોલ કલોક તથા ટંકારા મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવાર, પ્રિયવંદનાબેન રતીલાલ ખિમચંદ મહેતા પરીવારની ચિં ધૈયની ઓળી નિમિત્તે સૌ આરાધકોને વોટર બોટલ અને સ્થાનક વાસી જૈન સંધ ટંકારા તરફથી એકસો “ટાઢક”ના અને ચંદ્રકાંત ભુદરલાલ મહેતા તરફથી 20 રૂપિયા ની સૌ આરાધકોને પ્રભાવના કરવામાં આવી હતી.

શ્રી સંધમાં મહિલાના નેતૃત્વ હેઠળ તમામ કાર્યકરોમાં અનેરા ઉત્સાહ સાથે પ્રસંગોપાત સુંદર વ્યવસ્થા કરી હતી સાથે  જીવદયા માટે 54 હજાર જેટલી રકમ આરાધકોએ અર્પણ કરી હતી.

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat