હળવદની પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ મામલે રજૂઆત, શાળાને તાળાબંધીની ચીમકી 

 

હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં આવેલ  શાળા નંબર ૮  મા શિક્ષકો ન હોવાથી હળવદ તાલુકા પંચાયત ખાતે  વાલી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.અને જો‌ આગામી દિવસોમાં શિક્ષક ની ધટ પુરતી કરવામાં નહીં આવે તો તાળાબંધી કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

હળવદ માં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં  આવેલ પ્રાથમિક શાળા નંબર ૮ માં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકની જગ્યા ખાલી હોવા છતાં શિક્ષક ન આપતા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થયું છે. જેને લઈ ને રોષે ભરાયેલા વાલી ઓ હળવદ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી.

જો આગામી દિવસોમાં શિક્ષક ઘટની પુરતી કરવામાં નહીં આવે તો તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.કાયમી ધોરણે શિક્ષક આપવાની માંગ સ્વીકાર નહી થાય તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશુ.ગરીબ બાળકોને શિક્ષણથી વંચિત રહેતા વિધાર્થીઓ નું ભાવી અધરતાલ  બન્યું છે. હળવદ નગરપાલિકા સદસ્યા વાસુદેવભાઈ પટેલ દેવાભાઈ ભરવાડ સહિતના વાલીઓ, રહીશો તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા.

Comments
Loading...
WhatsApp chat