મોરબી : શિક્ષક બઘડાટી પ્રકરણ બાદ શિક્ષકને જાનનું જોખમ, પોલીસ પ્રોટેક્શન માંગ્યું

આરોપી શિક્ષકથી શિક્ષકને ખતરો, જીલ્લા એસપીને કરી અરજી

        મોરબીમાં શિષ્યવૃત્તિ પરીક્ષા સમયે શિક્ષકો વચ્ચે બઘડાટી બોલી હતી અને બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે ત્યારે આ મામલે શિક્ષકને અન્ય શિક્ષકથી જાનનો ખતરો હોય અને પોલીસ પ્રોટેક્શનની માંગણી અંગે જીલ્લા એસપી અને પોલીસ મથકોમાં અરજી કરવામાં આવી છે

        મોરબીના મધુવન સોસાયટીના રહેવાસી પ્રહલાદસિંહ અનોપસિંહ જાડેજાએ જીલ્લા એસપી તેમજ એ ડીવીઝન, બી ડીવીઝન પીઆઈ અને તાલુકા પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓ પંચાસર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ગત તા. ૦૧-૧૨ ના રોજ પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા હોય જેથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમ અન્વયે મોરબી શનાળા રોડ પર જ્ઞાનપથ સ્કૂલમાં ક્લાર્ક કમ ટેક. તરીકે ફરજ બજાવવા હુકમ કરેલ હતો

અને જીલ્લા કેન્દ્રથી પરીક્ષા લગત જે કાઈ મટીરીયલ્સ આવે તેને સંચાલકની સુચના મુજબ ક્લાસમાં સુપરવાઈઝરોને ડીપ્લોયમેન્ટ કરવાની કામગીરી કરવાની હોય પરીક્ષા સમયે રોહિત કેશવજી આદ્રોજા અમારી શાળામાં આવીને અંદર પરીક્ષા ચાલુ છે અંદર કોઈને પ્રવેશ કરવાનો નથી કહ્યું હતું ને રોહિત આદ્રોજાએ સ્કવોડમાં હોવાની ઓળખ આપી આઈકાર્ડ માંગતા બોલાચાલી કરી ગાળો બોલી ઝપાઝપી કરી હોય

જે મામલે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવી છે આરોપી માથાભારે અને ઝનૂની તેમજ રાજકીય વગ ધરાવતો વ્યક્તિ છે જે ગામે ત્યારે અમોને મારી નાખે તેમ છે અને તેના કારણે નોકરીએ જઈ સકતા ના હોય રજા પર રહેવું પડે છે કુટુંબનું ગુજરાન નોકરી પર ચાલે છે જેથી મને કાઈપણ થશે તો રોહિત આદ્રોજા જવાબદાર રહેશે અને અમારી જાનની સલામતી માટે પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat