મોરબી: મકનસર પોલીસ હેડ કવાર્ટર ખાતે ફાયર મોકડ્રીલનું આયોજન, બચાવ કામગીરીનુ ડેમોટ્રેશન કરાયું

આજે મોરબીના મકનસર પોલીસ હેડ કવાર્ટર ખાતે ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસ કર્મીઓને બચાવ કામગીરીનુ ડેમોટ્રેશન આપવામાં આવ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ તથા ફાયર વિભાગ દ્વારા મકનસર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પી.ટી પરેડનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મોરબી પોલીસ અધિક્ષકની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમા ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં જીલ્લાના પોલીસ કર્મચારીઓને જીલ્લામા બનતા આગના બનાવો સમયે ફાયર વિભાગની ટીમ આવે ત્યા સુધી તકેદારીના ભાગરૂપે શુ કરી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

આ મોકડ્રિલમાં ફાયર વિભાગ દ્વારા ઉપયોગમા લેવામા આવતા અત્યાધુનીક વાહન તથા સાધનો અંગેની માહિતી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આપવામા આવી હતી. તેમજ આગના બનાવો દરમિયાન તકેદારીના ભાગરૂપે કરવામા આવતી બચાવ કામગીરીનુ ડેમોટ્રેશન આપવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં ડીવાયએસપી પી.એસ.ગોસ્વામી, ડીવાયએસપી પી.એ.ઝાલા, એસ.એમ.ચૌહાણ, તથા અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા ૧૭૦ જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat