મોરબી : રવિવારે અન્ડર ૨૩ ક્રિકેટ ટીમ માટે પસંદગી કેમ્પ યોજાશે

 

ગ્રામ્ય ક્રિકેટ એસોસીએશન મોરબી દ્વારા તારીખ ૨૧ એપ્રિલ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ સુધી એક્સલ સ્પોર્ટ્સ એકેડમી, ફ્લોરા ૧૭ પાસે, એસપી રોડ મોરબી ખાતે અન્ડર ૨૩ ક્રિકેટ ટીમ સિલેકશન કેમ્પ યોજાશે

 

અન્ડર ૨૩ ક્રિકેટ ટીમમાં પસંદગી માટે ૦૧-૦૯-૨૦૦૧ થી ૩૧-૦૮-૨૦૦૫ વચ્ચે જન્મતારીખ ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે પસંદગી કેમ્પમાં આવનાર ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટી શર્ટ તેમજ સ્પોર્ટ્સ શૂઝ, પોતાની ક્રિકેટ કીટ સાથે આવવાનું રહેશે તેમજ ખેલાડીઓએ પોતાની સાથે ૨ ફોટોગ્રાફ અને ૧ ફોટો (સોફ્ટ કોપી) શૈક્ષણિક સંસ્થાનું આઈ કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, રહેણાકનું પ્રૂફ, અથવા આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે તેમજ છેલ્લા ૩ વર્ષની માર્કશીટ અને પણકાર્ડ, કેન્સલ ચેક સાથે લાવવાના રહેશે જે તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી PDF ફાઈલમાં પેન ડ્રાઈવમાં સાથે લાવવાના રહેશે

 

Comments
Loading...
WhatsApp chat