માળીયા : ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને નુકશાની, એક લાખ ટન મીઠું પાણીમાં ગરક

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

દહીંસરા નજીક બ્રોડગ્રેજ લાઈનનો રેલ્વે ટ્રેકમાં ધોવાણ

        મોરબી જીલ્લામાં શનિવારે વરસેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે ત્યારે હવે નુકશાનીના ચિત્ર સ્પષ્ટ થઇ રહયા છે જેમાં માળિયા તાલુકામાં આવેલા મીઠા ઉદ્યોગને કરોડોની નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે મીઠા ઉદ્યોગના કારખાનાઓ પાણીમાં ગરકાવ થયા છે જેને પગલે મીઠાના મોટા જથ્થાને નુકશાની પહોંચી છે

        મોરબી જીલ્લામાં ભારે વરસાદ વરસ્યો હોય જેમાં માળિયામાં પણ શનિવારે સારો વરસાદ થયો હતો જેને પગલે માળિયાના મીઠા ઉદ્યોગને મોટી નુકશાની થવા પામી છે મીઠા ઉદ્યોગના અગ્રણી દિલુભા જાડેજા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મીઠા ઉદ્યોગના ૮૦ હજારથી એક લાખ ટન જેટલો જથ્થો પાણીમાં ગરકાવ થયો છે અને સતત વરસાદ તેમજ ઉપરવાસના સતત પાણીને પગલે સમગ્ર જળ બંબા કાર થયું હતું મીઠા ઉદ્યોગના બધા કારખાનામાં પાણી ભર્યા છે તેમજ બગસરા, ભાવપર કોઝવેમાં પાણી ભરેલા રહેતા અવરજવર બંધ થઇ છે જે કોઝ વે ઊંચા લેવાની માંગ મીઠા ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહી છે

તે ઉપરાંત દહીંસરાથી વર્ષામેડી ફાટક વચ્ચે બ્રોડગેજ લાઈન રેલ્વે ટ્રેકમાં પણ ધોવાણ થવા પામ્યું છે માળિયામાં બે વર્ષે પૂર્વે પણ જળ બંબાકાર સ્થિતિને પગલે માળિયા પાણી પાણી થયું હતું ત્યારે પણ નુકશાની થઇ હતી તો આ વર્ષે ભારે વરસાદે ફરીથી મીઠા ઉદ્યોગને મોટો ફટકો માર્યો છે હાલ પાણી ભરેલા હોય નુકશાનીનો સ્પષ્ટ અંદાજ મેળવી સકાય તેમ નથી જોકે ૮૦ હજારથી એક લાખ ટન જેટલો મીઠાનો જથ્થો પાણીમાં ગરક હોય તેવી માહિતી મળી છે અને નુકશાનીનો આંક કરોડોનાં આંકને પાર કરી જાય તેવી શક્યતાને પણ નકારી શકાતી નથી.

Comments
Loading...
WhatsApp chat