ચેક રીટર્ન કેસમાં મોરબી કોર્ટે ડબલ રકમનો દંડ અને એક વર્ષની સજા ફટકારી

 

મોરબીમાં ૫ લાખના ચેક રીટર્ન કેસમાં કોર્ટે ડબલ રકમ રૂ ૧૦ લાખનો દંડ અને એક વર્ષની કેદની સજા ફટકારી છે

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અને આરોપી મિત્ર હોય અને સામાજિક સંબંધો ધરાવતા હોય જેથી આરોપીએ ધંધામાં નાણાની જરૂરિયાત ઉભી થતા ૫ લાખની રકમ લીધી હતી અને તા. ૧૯-૦૫-૨૦૨૦ ના રોજ રકમ આપી તે દોઢ માસની અંદર પરત ચૂકવવાનું નક્કી કર્યું હતું અને આરોપીએ તા. ૨૨-૦૫-૨૦૨૨ ના રોજ પ્રોમીશરી નોટ લખી આપેલ અને એચડીએફસી બેંકનો ચેક રૂ ૫ લાખનો એકાઉન્ટ પેનો લખી આપ્યો હોત જે ફરિયાદીએ દોઢ માસ બાદ ચેક જમા કરાવવાનું કહ્યું હતું

પરંતુ આરોપી રકમ ચૂકવી શકેલ નહિ અને લોકડાઉનના કારણે રૂપિયાની સગવડતા ના હોય વધુ બે માસનો સમય આપવા કહ્યું હતું જેથી વિશ્વાસ રાખી સમય આપવામાં આવ્યો હતો અને આ રકમ સંબંધના હિસાબે વગર વ્યાજે હાથ ઉછીની આપેલ હતી અને આરોપીએ ફરિયાદીને લખી આપેલ ચેક બેંકમાં વટાવવા જતા ચેક રીટર્ન થયો હતો જેથી ફરિયાદી વિમલભાઈ ઝાલરીયાએ ધી નેગોશીયેબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે મોરબીના મહે. એડી.ચીફ જ્યુડીશીયલ મેજી.સાહેબની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા મોરબીના મહે.એડી.ચીફ.જ્યુડીશીયલ મેજી. ડી.કે ચંહનાણીની કોર્ટે આરોપીને દંડ સહીત રૂ ૧૦ લાખ અને એક વર્ષની સજા ફટકારી છે અને રકમ ચુકવવામાં કસુરવાન થયે વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે

જે કેસમાં ફરિયાદી તરફે મોરબીના વકીલ જે બી પાંચોટિયા, ગીરીશ અંબાણી, કિંજલ રૂપાલા, ધવલ શેરશીયા, ડી એમ ચનીયાર, નિશા કંકાશણીયા, ધારા કુંડારિયા રોકાયેલ હતા

 

Comments
Loading...
WhatsApp chat