મોરબીમાં પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના ઉપક્રમે નેચરલ ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ

મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબી નાં સહયોગથી નેચરલ વસ્તુઓનું તા ૧૩ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી નીલકંઠ સ્કૂલ પાસે, રવાપર રોડ મોરબી ખાતે નેચરલ ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરાશે

જેમાં પર્યાવરણ સાનુકુળ ચીજવસ્તુઓ જેવા કે હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,દેશી ગોળ,ગૌમૂત્ર અર્ક,નગોળનું તેલ,રાગીના લોટના ભૂંગળા,સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર,અગરબત્તી,દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો જેવા કે તાવડી,પાટિયા. ફુલઝાડ માટેનાં કુંડા વગેરે ઉપરાંત આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે તેમજ વિતરણ વ્યવસ્થાનાં સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદી જણાવે છે તેમજ કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા અનુરોધ છે

Comments
Loading...
WhatsApp chat