મોરબીના ઘંટિયાપા મિત્ર મંડળ આયોજિત ગણપતિ મહોત્સવમાં અન્નકૂટ દર્શન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આજે વાજતે ગાજતે બાપાનું વિસર્જન કરાશે

        મોરબીમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ આજે ગણપતિ વિસર્જન માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગણપતિ મહોત્સવના અંતિમ દિવસે ઘંટિયાપા મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં અન્નકૂટ દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો

        મોરબીના ગ્રીન ચોક નજીક આવેલી ઘંટીયાપા શેરીમાં શ્રી ઘંટીયાપા મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ આરતી ઉપરાંત રાસ ગરબા અને વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી

        આજે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ઘંટિયાપા મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા હતા જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ સહિતના અન્નકૂટ ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા અને મહાપ્રસાદ તેમજ મહાઆરતીનો લત્તાવાસીઓએ લાભ લીધો હતો અને બપોરે મહાઆરતી બાદ વાજતે ગાજતે બાપાનું વિસર્જન કરવામાં આવશે જેમાં વિસ્તારની મહિલાઓ-યુવાનો અને બાળકો સહિતના જોડાશે

Comments
Loading...
WhatsApp chat