ઉત્તર પ્રદેશ સરકારે બુલડોઝર ચલાવ્યા હોવાથી મોરબી ડેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો

વાંકાનેર -મોરબી વચ્ચે રેલવે ટ્રેક પ૨ ઇંટોના ટુકડાઓનો મોટો જથ્થો મૂકી અજાણ્યા શખ્સોએ ડેમુ ટ્રેનને ઉથલાવવાનો ૧૨ દિવસ પહેલા પ્રયાસ કરવામાં આવ્યો હતો જે મામલે રેલ્વે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા બે શખ્સોને ઝડપી પાડવામ આવ્યા છે

 

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા. ૧૨ ના રોજ રાત્રીના દોઢ વાગ્યાના અરસામા વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સર્વિસ માટે મોરબી આવી હતી. બાદમાં મોડી રાત્રીના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેરથી મોરબી આવતી ટ્રેનને વાંકાનેર ઓવરબ્રીજ થી ૧૦૦ મીટર મકનસર ગામ નજીક ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળ્યું હતું. જેથી ચાલક સલીમભાઇએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું. બાદમાં ચાલક સલીમભાઇ ટ્રેનમાંથી નીચે ઉતરી તપાસ કરતા રેલવે ટ્રેક ઉપર નકામી થઇ ગયેલી ઇંટોનાં ટુકડાઓનો ઢગલો જોવા એટલું જ નહિ ચાલક સલીમભાઇને રેલવે ટ્રેક પર થોડે ટ્રેકની આસપાસ ઇંટોના કટકા વિખેરાયેલા નજરે પડ્યા હતા. જેથી તુરંત ચાલક સલીમભાઇએ બનાવ અંગે રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી.તો ધટનાને પગલે અધિકારીઓ દોડી આવ્યા હતા અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

રેલ્વે પોલીસે તપાસ દરમિયાન બે આરોપીની ધરપકડ કરી છે જેમાં અકબર ઉર્ફે દાઉદ મિયાણા
અને મગન લક્ષમણ કોળીની ધરપકડ કરવામાં આવી છે તો ઉત્તર પ્રદેશ સરકારે બુલડોઝરો ચલાવ્યા હોવાથી આ કૃત્ય કર્યું હોવાની હોવાનો ખુલાસો થયો છે રેલ્વે પોલીસે બંનેની ધોરણસરની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat