

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી પટેલ યુવા ગ્રુપ દ્વારા શકત શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજબરોજ સંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે.આ ભૂમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરુષોએ જન્મ ધારણ કર્યો છે જેથી આ ભૂમિ પાવન બની છે.મોરબીએ ઉધોગિકક્ષેત્રે વિશ્વમાં નામના મેળવી છે સાથે સાથે ધાર્મિક ક્ષેત્રે પણ મોરબી આગવું સ્થાન ધરાવે છે ત્યારે તા.૨૭ થી તા.૨ સુધી મોરબી પટેલ યુવા ગ્રુપ દ્વારા શ્રી મદ ભાગવત સપ્તાહનું આયોજન શનાળા પટેલ સમાજ વાડી ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ સપ્તાહને આજે બીજો દિવસ થયો છે જેમાં વ્યાસપીઠ પર દીપલીબેન પટેલ ભક્તોને કથાનું રસપાન કરાવી રહ્યા છે.આ કથામાં આજે રાત્રીના વિધાર્થીઓ દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તો આવતીકાલે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો લાભ લેવા માટે પટેલ યુવા ગ્રુપ દ્વારા મોરબીવાસીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.





