


મોરબીના ઝીકીયારી ગામે ખેડૂતના આઠ વીઘા ખેતરમાં ઘઉંનો પાક બળી ગયો હોય અને ખેતર પાસેથી ૧૧ કેવી લાઈન પસાર થતી હોય જેથી શોટ સર્કીટની શક્યતાને પગલે ખેડૂતને વળતર ચુકવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
મોરબી તાલુકાના ઝીકીયારી ગામના ખેડૂત ચુનીલાલ વિરમગામાના આઠ વીઘા ખેતરમાં ઘઉંનો પાક બળી ગયો હતો જે મામલે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે ખેડૂતના ઘઉંનો પાક બળી ગયો છે જેમાં ખેતર પાસેથી પસાર થતી ૧૧ કેવી લાઈનને લીધે શોટ સર્કીટને કારણે આગ લાગી હોવાની શક્યતાને પગલે આ અંગે તપાસ કરી ભવિષ્યમાં આવું ના બને તે માટે વીજતંત્રને તાકીદ કરવામાં આવે અને ખેડૂતને વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

