Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સ્વામીનારાયણ મંદિર દ્વારા શનિવારે યુવા અધિવેશન

SMVS શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી દ્વારા તા. ૦૬ ને શનિવારે રાત્રીના ૦૮ : ૩૦ થી ૧૧ : ૩૦ કલાકે શનાળા રોડ પરના રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ ખાતે યુવા અધિવેશન યોજાશે જેમાં દિવ્ય સત્પુરુષ પ.પુ. સત્યસંકલ્પદાસ સ્વામી પ્રેરણા પૂરી પાડશે

મોરબીમાં આયોજિત યુવા અધિવેશનમાં સત્યસંકલ્પદાસ સ્વામી મોરબી ખાતે સૌપ્રથમ યુવા અધિવેશનમાં યુવાનોને પોતાના અનુભવોના તારણો પીરસીને યુવાનોને પશ્ચિમી સંસ્કૃતિથી પાછા વાળી જીવનની નવલી જ્યોતનું પ્રગટીકરણ કરશે જે યુવા અધિવેશનમાં વાલીઓએ પોતાના પરિવાર સાથે પધારવા માટે સંસ્થાએ નિમંત્રણ પાઠવ્યું છે યુવા અધિવેશનમાં મોરબી જીલ્લા કલેકટર આર જે માંકડિયા, ડીડીઓ એસ. એમ. ખટાણા અને જીલ્લા એસપી ડો કરનરાજ વાઘેલા તેમજ સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા અને કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજરી આપશે

Comments
Loading...
WhatsApp chat