Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા યુથ કોંગ્રેસનું કૃષિમંત્રીને આવેદન

મોરબી જીલ્લામાં અપૂરતા વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને આવેદન પાઠવીને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ મંત્રી સુખદેવભાઈ ડાભીએ રાજ્યના કૃષિ મંત્રીને આવેદન પાઠવી જણાવ્યું છે કે જીલ્લામાં ઓછા પ્રમાણમાં વરસાદ થયો છે જેથી ખેડૂતોએ વાવણી કરેલ પાક સારા પ્રમાણમાં થયો અને હાલ કપાસ અને મગફળી પાક ઉભા છે પરંતુ બિનપિયત વિસ્તારમાં ૧૦ થી ૧૫ ટકા જેટલા વરસાદને કારણે હવે વરસાદ ના થતા પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે તે ઉપરાંત પશુધનને બચાવવા ઘાસ ડેપો શરુ કરવા અને અછતની મેન્યુઅલ જોગવાઈ મુજબ રોજીરોટી આપવા જોગવાઈ કરવામાં આવે અને લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ પાકવીમો મળે તે માટે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat