


મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન માધાપર વિસ્તારમાંથી પસાર થતો ગૌતમ કાળુભાઈ જાદવ (ઉ.વ.૩૫) વાળો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેને અટકાવીને તલાશી લેતા પેન્ટના નેફામાં છરી મળી આવતા આરોપી ગૌતમ કાળુભાઈ જાદવ રહે. માધાપર શેરી નં ૧૨ વાળાની અટકાયત કરી આરોપી વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.