


મોરબી-માળીયા હાઈવે પર મોડી રાત્રીના સમયે યુવાનને કોઈ કારણોસર ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું.બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતો વિષ્ણુ અર્જુનભાઈ નાયક (ઉ.૨૫) એ મોડીરાત્રીના સ્વામિનારાયણ ગુરુકુળ નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતો અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

