મોરબીના નવલખી રોડ પર બાઈક સ્લીપ થતા યુવાન ઘવાયો

મોરબી પંથકમાં બે બનાવમાં બે યુવાન ઘવાયા હતા જેમાં નવલખી રોડ પર બાઈક સ્લીપ થતા યુવાનને ઈજા થઇ હતી જયારે વિસીપરામાં મારામારીમાં યુવાન ઘવાતા તેણે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે

મોરબી પંથકમાં બે બનાવમાં બે યુવાનને ઈજા પહોંચી છે જેમાં પ્રથમ બનાવમાં કુલીનગરના રહેવાસી તેફા હકાભાઇ વીજવાડિયાને મારમારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે જયારે બીજા બનાવમાં જયદીપ રઘુભાઈ મિયાત્રા નામનો યુવાન નવલખી રોડ પરથી બાઈક લઇ જતો હોય ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા તેણે ઈજા પહોંચી છે

મોરબીમાંથી બાઈક ચોરી થયાની ફરિયાદ

મૂળ અમરેલીના વતની અને હાલ મોરબીના નાની કેનાલ રોડ પંચાસર રોડ પર રહેતા અમિત નાથાભાઈ ઠોરીયા (ઊવ ૨૭) નામના યુવાને ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૦૭ ના રોજ પંચાસર રોડ પર તેના ઘર નજીક પાર્ક કરેલું બાઈક નં જીજે ૧૪ આર ૬૯૨૮ કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat