મોરબીના યુવાન રાજ પરમારને બાલ સ્વાસ્થ્ય સંવાહક એવોર્ડ એનાયત



આયુર્વેદના ક્ષેત્રમાં યોગદાન આપનાર મહાનુભાવોના સન્માન માટે તાજેતરમાં રાજકોટ ખાતે સંમેલન યોજાયું હતું જેમાં મોરબીના યુવાનને બાલ સ્વાસ્થ્ય સંવાહકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો
રાજકોટ ખાતે યોજાયેલ સંમેલનમાં ગુજરાત તથા ભારતના અનેક રાજ્યોમાંથી આયુર્વેદ તથા પંચગવ્યના ડોક્ટરોએ ભાગ લીધેલ હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોરબીના રાજ પરમારને ડોક્ટર મેહુલભાઈ દ્વારા બાલ સ્વાસ્થ્ય સંવાહકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. મોરબીમાં દર મહિને બહોળી સંખ્યામાં બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવા બદલ આ સન્માન મળેલ છે.