Billboard ad 1150*250 Billboard ad 1150*250

કુંતાસી ગામના યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાઈ ?

 

મોરબી જીલ્લાના માળિયાના ગામમાં આજે સવારે એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.

માળિયાના કુંતાસી ગામની સીમમાં કોળી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ આદરી હતી જેમાં મૃતક યુવાન ભરત કોળીને માથાના ભાગમાં ઈજાના નિશાન મળી આવતા હત્યાની આશંકા પ્રબળ બની હતી પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ ચલાવી છે.

મૃતક યુવાન ભરત કોળી ડ્રાઈવિંગ કરતો હોવાની માહિતી મળી છે તો આ મામલે તપાસ ચલાવતી માળિયા પોલીસની ટીમે પણ હત્યાની આશંકા વ્યક્ત કરી એ દિશામાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું જોકે નાના એવા ગામમાં હત્યાને પગલે શોકનું મોજું ફરી વળ્યું હતું અને ગ્રામજનો પણ સીમમાં દોડી આવ્યા હતા.

 

 

Comments
Loading...
WhatsApp chat