Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના વીર વિદરકા ગામે પથ્થર અને તિક્ષ્ણહથિયાર વડે યુવાનનું હત્યા

 

મોરબી જીલ્લામાં હત્યા, ચોરી અને લુટ સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં માળિયા તાલુકાના વીર વિદરકા ગામના તળાવ પાછળથી હત્યા કરાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો છે જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

 

માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામેં રહેતા મહેશભાઈ જીવાભાઈ સુરેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનાં ભાઈ રોહિતભાઈ (ઉ.૨૭) ને કોઈ અજાણ્યા ઇસમે કોઈ અગમ્ય કારણોસર પથ્થર તથા તિક્ષ્ણહથિયાર વડે માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મૃતક રોહિત છેલ્લા બે દિવસથી તળાવ નજીક આવેલ બેચરભાઈના વાડામાં આદિવાસી મજુર ભેગો રહેતો હતો અને ઈચ્છા થાય તો ઘરે જતો નહીતર બહાર કોઈ સ્થળે સુઈ જતો હોવાની માહિતી મળી હતી તો બનાવ અંગે માળિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પી એસ આઈ એન એચ ચુડાસમા ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat