મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવતમાં યુવાન પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

મોરબીના કાલિકા પ્લોટમાં ગત રાત્રીના સમયે જૂની અદાવતમાં યુવાન પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અગે પોલીસ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

બનવાની મળતી વિગત મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રેહતા રેશમાબેન રહીમભાઈ સંધી ઉ.વ.૩૦ વાળીએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે કે તેના પતિ રહીમભાઈને તેજ વિસ્તારમાં રહેતા કેટલાક શખ્સો સાથે જૂની માથકૂટ ભૂતકાળમાં થઇ હતી જેનો ખાર રાખી ઈરફાન કરીમ પારેડી, ડેનીશ કિશોર ક્થરેચા, રવી ઉર્ફે બૂચિયો દેવજીભાઈ , હાર્દિક દીપકભાઈ ગોહેલ, રોહિત જીવણભાઈ બાવાજી, આરીફ ઇકબાલ હાલાણી, અને સાહિલ ઉર્ફે સવો રેહ્માનભાઈ સહિતના સાત શખ્સોએ સાથે મળી અને તેના પર છરી તેમજ ધોક્કા વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં રહીમભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો આ અગે પોલીસ ગુનો હત્યાના પ્રયાસનો ગુનો નોધી આરોપીને ઝડપવા પ્રયાસ કર્યોં છે તો મોરબીમાં ગુનાહિત પ્રવુંતીઓ વધી છે પોલીસ બીક જાણે ઘટી હોય તેવો ઘાટ હાલ સર્જાયો છે

Comments
Loading...
WhatsApp chat