Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના જાંબુડિયા ગામ નજીક ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

 

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક ફેકટરીમાં કામ કરતા ૪૦ વર્ષના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બનાવની મળતી માહિતી મુજબ જાંબુડિયા નજીક આવેલ ઓલ્વીન સિરામિક કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતા કરસન ખીમજીભાઈ જોષી (ઉ.વ.૪૦) પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat