Billboard ad 1150*250 Billboard ad 1150*250

“તારું એક ખાસ કામ છે ” કહી યુવાનને બુલેટમાં લઇ ગયા, પછી ચાર શખ્શોએ ઢીબી નાખ્યો

ટંકારાના રહેવસી યુવાનને કામના બહાને બાઈકમાં બેસાડી લઇ જવાય બાદ ચાર ઇસમોએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે

ટંકારાના સંધીવાસના રહેવાસી સોહિલ કાસમ સંધીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી જુમા હાસમ સુમરાણી નામના શખ્શે તારું કામ છે કહી ફરિયાદી યુવાનને બુલેતમાં બેસાડી લઇ ગયો હતો અને બાવળની ઝાડીમાં લઇ જઈને આરોપી જુમા હાસમ સુમરાણી, અલ્તાફ ગફાર નાયક, સિકંદર મહમદ સુમરાણી અને ઇમરાન ઈબ્રાહીમ નાયક રહે બધા ટંકારાવાળાએ માર મારી લોખંડના પાઈપ અને ધોકા વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat