“તું બહેરી છો” કહી પરિણીતાને ત્રાસ ગુજાર્યો , પતિ, સાસુ-સસરા સામે ગુન્હો

રાજકોટ પરણીને સાસરે ગયેલી મૂળ મોરબીના વાવડી રોડની રહેવાસી સરોજબેન પરમારે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૬ માં તેના લગ્ન રાજકોટના માલધારી સોસાયટીમાં રહેતા જયદીપ પરમાર સાથે થયા હોય જે દરમિયાન ૨૦૧૬ ના સાતમાં મહિનાથી પરિણીતાને કાનમાં રસી આવતી હોય જેની સારવાર નહિ કરાવીને પતિ જયદીપ, સસરા પ્રવીણ લક્ષ્મણ પરમાર, સાસુ વનિતા પરમાર, જેઠ ચેતન અને જેઠાણી કોમલ સહિતનાઓએ તું બહેરી છો એમ કહીને શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો અને તેની સારવાર નહી કરાવીને તેને હેરાન પરેશાન કરવામાં આવી હોવાનું પણ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે. મોરબીના મહિલા પોલીસમથકમાં સાસરિયાઓ સામે ગુન્હો નોંધી આ અંગે વધુ તપાસ મહિલા એએસઆઈ ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat