



વાંકાનેરના ગારીયા ગામના રહેવાસી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયું છે
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના ગારીયા ગામમાં રહેતા હરગોવિંદ દલુરમ સોલંકી (ઉ.વ.૨૨) નામનો યુવાન ગત તા. ૦૫ ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેને વાંકાનેરમાં સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે



