મોરબીના બગથળા ગામે તાલુકા ભાજપ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ 

 

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મોરબી તાલુકાના બગથળા ગામમાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

મોરબી તાલુકા ભાજપ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબી તાલુકા કક્ષાનો યોગાભ્યાસ કાર્યક્રમ પટેલ સમાજ વાડી બઘ્થ્લા ગામ મુકામે યોજાયો હતો જેમાં જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, મહિલા મોરચાના પ્રફુલ્લાબેન મેરજા, મોરબી મામલતદાર નીખીલ મહેતા, નાયબ મામલતદાર, બગથળા તાલુકા શાળાના આચાર્ય, બગથળાના સરપંચ, ઉપસરપંચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat