Billboard ad 1150*250

ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે યમરાજનો પડાવ, એક અઠવાડિયામાં આઠ મૃત્યુ

0 412

નેસડાસુરાજી ની ભયાનક પરિસ્થિતિ.છે. છેલ્લા એક અઠવાડિયા માં ગંભીર હાલત થઈ છે. ઘરે ઘરે માંદગી ના કેસો છે. નેસડાસુરજી ના લોકો આવી ગંભીર હાલતમાં સારવાર ની લાચારી વચ્ચે દર્દીઓ તથા તેમના પરિવારના લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
નેસડા સુરજીના અગ્રણી ધીરુભાઈ ભીમાણીના ભાઈ સહિત ઍક અઠવાડિયામાં આઠના મૃત્યુ થયેલ છે. તેમ અરવિંદભાઈ રાજકોટિયાએ જણાવેલ છે. નેસડાસુરજી માં આરોગ્ય ને લગતી કોઈ સુવિધા નથી.તા.14/4/2021 બુધવારના રોજ એક દિવસમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયેલ છે.
2000 ની વસ્તી ધરાવતા ગામમાં વર્ષે આઠ દસ મૃત્યુ થતા હોય છે. તેટલા મૃત્યુ ઍક અઠવાડિયા માં થયેલ છે.દર્દીઓ સારવાર માટે સરકારી તથા ખાનગી દવાખાનાઓ માં દોડે છે. ત્યાં પણ લાંબી લાઈનો હોય છે.કોરોના ના રેપિડ એન્ટીજન્સી ટેસ્ટ થતા હતા તે સારુ હતું. દર્દીઓને તાત્કાલિક જાણ થતી હતી.આર ટી પી સી આર ટેસ્ટ માં ચોવીસ કલાક બાદ રિપોર્ટ ની જાણ થાય છે. પોઝિટિવ હોયતો મોબાઈલ નંબર પર મેસેજ આવે છે. નેસડાસુરજી ના 8 તારિખ પછી ના એક પણ ટેસ્ટ પોઝિટિવ આવેલ નથી, મોબાઈલ માં મેસેજ આવેલ નથી.
કોરોના નથી તો લોકોના મૃત્યુ શા કારણે થાય છે તે લોકોને સમજાતું નથી. લોકો આંશિક લોક ડાઉન રાખે છે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે છે. સરપંચ મહેશભાઈ વિરમગામા એ આખા ગામને સેનેટ્રાઇઝ કરવા,દવા છંટકાવ કરવા, આરોગ્ય ની ટીમો મોકલી ઘરે ઘરે દર્દીઓની સારવાર કરવાની માંગણી કરેલ છે .જિલ્લા કલેકટર તાકીદે નેસડાસૂરજી ની મુલાકાત કરે અને તાત્કાલિક સારવાર ના પગલા લ્યે તેવી ગ્રામજનોની માંગણી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat