મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળા માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળા માતાજીના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે.

ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળા માતાજીના વનાળીયા(શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞ યોજાયો હતો જેમાં યજમાન તરીકે મૂળ બગથળા હાલ કચ્છ(ભુજ)નિવાસી આનંદભાઈ અનંતરાય ભટ્ટ, જીતુભાઈ વિનોદભાઈ ભટ્ટ અને મૂળ વનાળીયા હાલ અમદાવાદ નિવાસી જય ભાનુશંકર ભટ્ટ બેઠા હતા.યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી તેજશભાઈ ભટ્ટ અને સંદીપભાઈ પંડ્યા રહ્યા હતા.

આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ એલ.ભટૃ, બળવંતભાઈ વી.ભટૃ, જે.પી.ભટૃ, દિનેશભાઈ છોટાલાલ ભટ્ટ(મોરબી), દીપકભાઈ નાનાલાલ ભટ્ટ(વનાળીયા), પત્રકાર જીગ્નેશ ભટ્ટ અને હિમાંશુ ભટ્ટ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat