મેધરાજાને મનાવવા માટે નાના ખીજડીયા ગામે યજ્ઞ, ખાનપરમાં ઢુંઢીયા બાપાની યાત્રા

ટંકારાના મોટા ખીજડિયા ગામે વરુણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ટંકારાવાસીઓ દ્વારા વરુણદેવને મનમૂકીને વરસાવવાની પ્રાથના કરવામાં આવી હતી.

ટંકારા તાલુકામાં ગત વર્ષ દરમિયાન મેધરાજા મન મુકીને વરસ્યા હતા જ્યારે આ વર્ષે મોરબી જીલ્લામાં નહીવત વરસાદ પડતા જગતનો તાતા મુંઝવણમાં મુકાયો છે ત્યારે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે મેધરાજાને મનાવવા માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ થકી વરુણદેવને મનમૂકીને વરસવાની લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

તેમજ મોરબીના ખાનપર ગામે મહિલાઓ દ્વારા ઢુંઢીયા બાપાની યાત્રા કાઢવામાં આવી હતી અને મેધરાજાને મન મુકીને વરસવા માટે પ્રાથના કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat