



ટંકારા તાલુકામાં ખેડૂતોના ખેતીવાડી માટેના વીજ કનેક્શન મંજુર કરવા તેમજ અન્ય પ્રશ્નો મામલે વીજ તંત્રને રજૂઆત કરવામાં આવી છે
ટંકારાના એડવોકેટ પરેશભાઈ ઊજરીયાએ પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે ટંકારા તાલુકાના ખેડૂતોના ખેતીવાડી માટેના વીજ કનેક્શન આપવા માટેના મંજુર થયેલ ટીસી અને અન્ય સાધન સામગ્રી તાત્કાલિક પુરા પાડવા અને ખેતીવાડીના વીજ કનેક્શન તાત્કાલિક ધોરણે આપવા માંગ કરવામાં આવી છે હાલ ખેડૂતોએ આગોતરા વાવેતર કરેલ છે અને વરસાદની ખેંચ છે ત્યારે પાક બચાવવા તાત્કાલિક વીજ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી છે

