Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિતે ગરાસીયા બોર્ડિંગ વાંકાનેર ભાજપ કાર્યાલયે પંડિત દીનદયાલ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

આ તકે વરિષ્ઠ નાગરિક નુ સન્માન એવા શ્રી મુળજીભાઈ ઞેડીયા જે સેવા કેન્દ્ર ચલાવે છે આવાસ યોજના પેન્શન યોજના વિધવા સહાય 121 સરકારી યોજનાના ફોર્મ ભરીને સેવા ચલાવે છે તેમનું સન્માન કરીને સમાજમાં સારો સંદેશ આપેલ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન ના કાર્યક્રમ માટે નેશનલ લેવલે જેને વાંકાનેર શહેર નું નામ ઉજવળ કર્યું એવા નૈમિષભાઇ ભીખાભાઇ ખાંડેખા રાજ્યકક્ષાએ પ્રથમ (કબડી 2021 )માં આવેલ નેશનલ લેવલે રમેલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું સાથે આનંદભાઈ જયેશભાઈ ધરોડીયા એ પણ રાજ્ય કક્ષાએ કબડીસ્પર્ધામાં ભાગ લીધેલ (2021)માં અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું

વાંકાનેરની જીવનદાત્રી માતા એવી મચ્છુ માતા નદીમાં સફાઈ અભિયાન કરીને આજના દિવસે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે આ કાર્યક્રમ વાંકાનેર શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલ પંડિત દિન દયાલ ઉપાધ્યાય ના જીવન વિશે પાર્ટીના કાર્યકરો એ ઊંડાણ પૂર્વક માહિતી મળે તે માટે મોરબી જિલ્લાના મંત્રી નિકુંજભાઈ કોટક દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવન ચરિત્ર વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ તકે વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો અને પ્રદેશ કારોબારીના સભ્યો એ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સંચાલન નિષિતભાઈ જોશીએ કર્યું હતું વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ મઢવીએ દરેક કાર્યકર્તાઓને પ્રત્યે હૃદયની લાગણી વ્યક્ત કરી દરેકનો આભાર માન્યો હતો .

Comments
Loading...
WhatsApp chat