



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી કરાશે
દર વર્ષે બે વખત ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં ૧-૧૯ વર્ષની ઉમર ધરાવતા બાળકોને કૃમિ નિયંત્રણની ગોળીઓ ખવડાવવાનો કાર્યક્રમ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે ૮ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય કૃમિ ઉક્તિ દિવસે મોરબી જીલ્લાના ૧-૧૯ વર્ષની ઉમરના કુલ સાડા ત્રણ લાખ બાળકોને કૃમિ નિયંત્રણ ગોળીઓ ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે
મૂરબી જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૦૮ ઓગસ્ટના રોજ કૃમિ નિયંત્રણ ગોળીઓ પીવડાવાશે અને બાકી રહી ગયેલ બાળકોને ૧૬ ગોસ્તના રોજ મોપઅપ રાઉન્ડમાં આવરી લેવાશે કાર્યક્રમ હેઠળ મોરબી જીલ્લાની ૭૬૧ આંગણવાડી કેન્દ્ર, ૯૬૦ શાળાઓ, ૩૨ કોલેજોને આવરી લેવામાં આવશે તેમજ કોઈપણ જગ્યાએ ન નોંધાયેલ બાળકોને પણ આંગણવાડી ખાતે ગોળીઓ પીવડાવવાનું આયોજન છે
કૃમિ થવાથી બાળકોને કુપોષણ અને લોહીની ઉણપ થાય છે જેના કારણે થાક લાગે છે બાળકોનો સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ થતો નથી માટે કૃમિ નિયંત્રણ ગોળીઓ ખવડાવવી જરૂરી છે જેથી રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણીમાં સૌ જોડાય તેવી અપીલ મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, જીલ્લા આર સી એચ અધિકારી ડો. વી એલ કારોલીયાએ કરી છે



