


૨૧ મી જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત તા.૫ ના રોજ બપોરે ૪:૦૦ કલાકે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને વિશ્વ યોગ દિવસ ઉજવણી અંગે વિડીયો કોન્ફરન્સ યોજાશે.જેમાં માન.મંત્રી દ્વારા યોગના મહત્વ તથા વિશ્વ ફલક પર યોગની ઉજવળ સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવશે.તેમજ તમામ જીલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ યોગ દિવસની ભવ્ય ઉજવણી અને ભારતીય સંસ્કૃતિની મહત્વની દેણ યોગનું મહત્વ લોકો સમજે તથા આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવવા અંગે ચર્ચા કરવામાં આવશે.વિશ્વ યોગ દિવસ નિમિતે તા.૬ ના રોજ મોરબી જિલામાં કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સંકલનના તમામ અધિકારીઓની બેઠક બોલવામાં આવી હતી.જેમાં વિવિધ સમિતિઓની રચના કરી તમામ અધિકારીઓને યોગ દિવસ નિમિતે જરૂરી આયોજન કરવા માટે સુચન કરવમાં આવ્યું હતું.આ વર્ષે વિશ્વ યોગ દિવસના મોરબી જીલ્લામાં પાંચ સ્થળો પર સામુહિક યોગ કરવામાં આવશે.આ યોગ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા યોગા પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે.ઉપરાંત મોરબી જીલ્લામાં વિશ્વ યોગ દિવસ ઉજવણીમાં સિરામિક એસોસિએશન,સ્વામી વિવેકાનંદ યુવક અને મહિલા મંડળ,તેમજ અન્ય સ્વેચ્છિક સંસ્થાઓ જોડાશે.મોરબી જીલ્લા ક્ક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામ આવશે. મોરબી જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા વધુમાં જણાવ્યું હતું કે તા.૧૪ થી ૨૦ દરમિયાન તાલીમ પામેલ યોગ નિષ્ણાતો દ્વારા ગ્રામજનો અને વિવિધ શાળામાં સી.ડી મારફતે યોગની તાલીમ આપવામાં આવશે.

