વર્લ્ડ ફીઝીયોથેરાપી ડે, જાણો ફીઝીયોથેરાપી સારવારના મહત્વ વિષે નિષ્ણાંતનો અભિપ્રાય….

દર વર્ષે ૮ સપ્ટેમ્બરના દિવસને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફીઝીયોથેરાપી ડે તરીકે ઉજવાય છે તો આ તકે ફીઝીયોથેરાપીનું મેડીકલ ક્ષેત્રમાં સ્થાન અને સમાજને સ્વસ્થ રાખવામાં ફિઝીયોથેરાપીની શું ભૂમિકા છે તે અંગે મોરબીના સૌપ્રથમ પ્રાઈવેટ પ્રેકટીશનર અને ૧૬ વર્ષના અનુભવી એવા ફીઝીયોથેરાપીસ્ટ ડો ભાવેશ ઠોરીયા શું કહે છે જાણીએ…..

ફિઝીયોથેરાપીની પ્રેક્ટીસ કરતા અને બહોળો અનુભવ ધરાવતા ડો. ભાવેશ ઠોરીયા જણાવે છે કે લોકોને સ્વસ્થ અને સ્વાવલંબી બનાવવા માટે ફીઝીયોથેરાપી વૈજ્ઞાનિક ઢબે થતી એએવી સારવાર છે કે જેમાં કોઈ પ્રકારની આડઅસર થતી નથી તેમજ દર્દને મૂળમાંથી નાબુદ કરી સકાય છે તે ઉપરાંત લાંબા સમયના હઠીલા દર્દોમાં પણ કાયમી રાહત મેળવી સકાય છે.

એક સામાન્ય માન્યતા પ્રમાણે ફીઝીયોથેરાપી એટલે માત્ર કસરત અને ફિટનેસ. નહિ, ફક્ત આટલું જ નહિ. ફીઝીયોથેરાપી એટલે તે સિવાય પણ ઘણું બધું. મેડીકલ ફિલ્ડને લગતા બધા જ ક્ષેત્રો જેવા કે ઓર્થોપેડિક, ન્યુરોલોજી, ગાયનેક, પીડીયાટ્રીક્સ, કાર્ડિયો, ડેન્ટલ સહિતના બધા જ ક્ષેત્રોમાં ફીઝીયોથેરાપી સારવાર ઉપલબ્ધ છે

આપ સૌ જાણો છો કે ફીઝીયોથેરાપી કમર, ગરદન, ગોઠણ, એડી, ખભાના દુખાવા, ફેકચર, સાઈટીકા, તેમજ લકવાની તકલીફમાં ઉપયોગી છે પરંતુ ફીઝીયોથેરાપીના એવા વિભાગો કે જેનાથી લોકો હજુ સુધી અજાણ છે જેના લીધે તેઓ પોતાની તકલીફોની સારવાર માટે ફીઝીયોથેરાપીનો લાભ લઇ સકતા નથી. તો આજે ફીઝીયોથેરાપીના ફાયદાઓ વિષે જાણવું જરૂરી છે.

આજકાલ બાળકોમાં લર્નિંગ ડીસએબિલીટી (જેવી કે ડીસલેક્સીયા) ની સમસ્યા વધતી જાય છે તે ઉપરાંત બાળકોમાં જન્મજાત આંચકી આથવા મગજમાં કોઈ કારણોસર ઈજા થવાથી શારીરિક અને માનસિક વિકાસ સામાન્ય કરતા મોડો જોવા મળે છે તો આ બધી સમસ્યા માટે ફીઝીયોથેરાપીની ખાસ સારવાર (ન્યુરો ડેવલપમેન્ટલ થેરાપી અને સેન્સરી ઈન્ટીગ્રેશન) દ્વારા શારરિક અને માનસિક વિકાસ સરળ બનાવી તેમને સામાજિક રીતે સક્ષમ બનાવી સકાય છે

આ ઉપરાંત જડબાના દુખાવા તેમજ અપૂરતા મો ખુલવાની સમસ્યા માટે પણ ફીઝીયોથેરાપી કારગત નીવડે છે ત્યારબાદ મહિલાઓને લગતી સમસ્યાઓમાં સૌથી સામાન્ય એટલે માસિકસ્ત્રાવ દરમિયાન થતો દુખાવો, જેના નિવારણ માટે પેઈન કિલર મેડીસીનનો ઉપયોગ કરવામાં આવે છે જેની લાંબાગાળે શરીરમાં આડઅસર જોવા મળે છે આ આડઅસરથી બચવા અને માસિક દરમિયાન થતો દુખાવો અટકાવવા ખાસ પ્રકારની કસરતો (પીલાટેઝ એકસરસાઈઝ) મદદરૂપ થાય છે તેમજ ફીઝીયોથેરાપીની ખાસ સારવારથી દુખાવામાં તાત્કાલિક રાહત પણ મેળવી સકાય છે

મહિલાઓની અન્ય તકલીફો જેવી કે ગર્ભાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફાર અને તેના કારણે ડીલીવરી પછી થતી સમસ્યાઓમાં ફીઝીયોથેરાપીની ખાસ કસરતો (એન્ટીનેટલ અને પોસ્ટનેટલ એક્સરસાઈઝ) શરીરને મૂળ સ્થિતિમાં લાવવા તેમજ દુખાવામાં રાહત માટે ખુબ ઉપયોગી છે

આ તમામ ફીઝીયોથેરાપીના ફાયદાઓ છે ફીઝીયોથેરાપી કોઈ સામાન્ય કસરત નથી પરંતુ એક ખાસ પ્રકારની સારવાર છે એક ક્વોલીફાઈડ ફીઝીયોથેરાપીસ્ટ જ આપી સકે છે જેથી ક્વોલીફાઈડ ફીઝીયોથેરાપીસ્ટ પાસે જ સારવારનો આગ્રહ રાખવો જેથી સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેમ ડો. ભાવેશભાઈ ઠોરીયાએ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat