

વર્લ્ડ હાર્ટ ડે નિમિતે મોરબી ૧૦૮ ટીમ દ્વારા હાર્ટ ચેકઅપ કેમ્પ યોજીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦૮ મોરબીની ટીમ દ્વારા શહેરના જુના બસ સ્ટેન્ડ તેમજ સામાકાંઠે લાલબાગ મુકામે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નાગરિકોને વિનામૂલ્યે હાર્ટ નું ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું જે કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. વર્લ્ડ હાર્ટ ડે નિમિતે ચેકઅપ કેમ્પને સફળ બનાવવા ૧૦૮ ટીમના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.