Billboard ad 1150*250 Billboard ad 1150*250

આવતીકાલે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી, પ્રમાણિક વેપારીઓને કરાશે સન્માનિત

 

બોમ્બે સ્ટ્રોક એક્સચેન્જ અને જીલ્લા પુરવઠા વિભાગ મોરબીના સૌજન્યથી વિશ્વ ઉપભોક્તા દિવસની ઉજવણી સંદર્ભે ગ્રાહક જાગૃતિ અર્થે ગ્રાહકોના હક, હિત અને કર્મનીષ્ઠ કર્મચારી અને વેપારીનો સન્માન સમારોહ માટે તા. ૧૫ ને ગુરુવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે દશાશ્રી માળી વણિક જ્ઞાતિ વાડી, મોરબી ખાતે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવશે.

વિશ્વ ગ્રાહક દિનની ઉજવણીમાં જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, રાજકોટના ન્યાયમૂર્તિ એન.એમ. ધારાણી. અધિક કલેકટર કેતનભાઈ જોષી, ડે. કલેકટર એસ.જે.ખાચર, દમયંતીબેન બારોટ, ડીવાયએસપી બન્નો જોષી, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતના અગ્રણીઓ હાજરી આપશે. સમારોહને સફળ બનાવવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને રામભાઈ મહેતા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat