

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે નાગરિકોને પર્યાવરણ બચાવોનો સંદેશ આપવા માટે મોરબીમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં પાલિકા દ્વારા મોરબીમાં કચરાપેટીનું વિતરણ કરીને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી પાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી પાલિકા દ્વારા કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના એવન્યુ પાર્ક વિસ્તારમાં ૨૫૦ જેટલી કચરાપેટી આપવામાં આવી હતી જે પ્રસંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસર સાગર રાડિયા, પાલિકાના કર્મચારી કૃષ્ણસિંહ તેમજ ઇન્ડિયન લાયન્સ ક્લબના હર્ષદભાઈ ગામી ઉપસ્થિત રહયા હતા જેને શહેરીજનોને સુકા અને ભીના કચરાને અલગ અલગ કચરાપેટીમાં નાખવાની પ્રેરણા આપી હતી તેમજ પર્યાવરણ બચાવોનો સંદેશ આપી ઉજવણી કરવામાં આવી હતી.