ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત વર્કશોપ યોજાયો

 

ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત મોરબીમાં આરોગ્ય ખાતા દ્વારા જીલ્લા પંચાયત ખાતે વિવિધ ધર્મોના આગેવાનો સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લા આરોગ્ય અધિકારી અને ડી.ડી.ઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

 

મોરબી જીલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ધર્મોના આગેવાનો સાથે ઓરી અને રૂબેલા જેવા રોગોને અટકવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અભિયાન હેઠળ મોરબી જીલ્લાના 9 માસથી ૧૫ વર્ષ સુધીના આશરે ૩ લાખથી વધુ બાળકોને આવરી લેવા આર્યોજન કરવામાં આવતું છે.aa તકે જીલ્લા વિકાસ અધિકારી ગોહિલ તથા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.વી. બાવરવાએ મોરબી જીલ્લામાં 9 માસથી ૧૫ વર્ષ સુધીના એક પણ બાળકને ઓરી અને રૂબેલાની રસીથી વંચિત રહી ન જાય તે માટેની પૂરી તકેદારી રાખવા વાલીઓને અપીલ કરી હતી.

 

આ વર્કશોપમાં જીલ્લા વિકાસ અધિકારી ગોહિલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.વી. બાવરવા, આર.સી.એચ. ડો. ડી.જી. બાવરવા, ડબ્લ્યુ એચ.ઓ ના પ્રતિનિધિ ડો. અમોલ ભોસલે,આરોગ્ય પરિવાર, જીલ્લા પંચાયતના તમામ સ્ટાફ અને વિવિધ ધર્મોના ૫૫ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Comments
Loading...
WhatsApp chat