મોરબીમાં વેકેશન દરમિયાન વિજ્ઞાનના નવા મોડેલ ચાર્ટ-પોસ્ટર બનાવવાનો વર્કશોપ

ઉનાળુ વેકેશન નજીક છે ત્યારે વેકેશનના સમયગાળામાં વિદ્યાર્થીઓ રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા સમયનો સદુપયોગ કરે તેવા હેતુથી આર્ય ભટ્ટ  લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબી દ્વારા નવા મોડેલ ચાર્ટ પોસ્ટર બનાવવા માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે

        ગુજરાત  કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત  સરકાર) ગાંધીનગર    દ્વારાં માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ધી વી.સી. ટેક. હાઈસ્કૂલમાં કાર્યરત છે.   મોરબી  જીલ્લાનાં બાળ વૈજ્ઞાનિકો (વિદ્યાર્થીઓ) વેકેશન દરમ્યાન તેનામાં રહેલ વૈજ્ઞાનિક અભિગમ કૌશલ્યોનો ઉપયોગ કરતાં શીખે તેની શોધસંશોધનને વેગ મળે તેવા હેતુથી વેકેશન    માં વિદ્યાર્થીઓ માટે કાર્યશિબિર-વર્કશોપનું આયોજન કરેલ છે

ઉનાળુ વેકેશનમાં તા. 8/5/2019  થી તા.18/5/2019 દરમ્યાન મનપસંદ વૈજ્ઞાનિક મોડેલ ચાર્ટપોસ્ટર બનાવવા માટે આયોજન   કરેલ  છે શિબિરમાં ભાગ લેવાં માટે વિદ્યાર્થીઓનાં નામ અને ક્યો ચાર્ટપોસ્ટર કે વૈજ્ઞાનિક  મોડેલ બનાવવાં ઈચ્છે  છે તેની યાદી તા. ૩૦-૦૪ સુધીમાં મોકલવા જણાવ્યું છે વધુ માહિતી માટે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ ભટ્ટ 87801 27202 / 9824912230 અને દિપેન  ભટ્ટ એકેડેમીક કૉ-ઓર્ડીનેટર નો સંપર્ક કરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat