મોરબી જીલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરાશે

રાજય સરકાર ગત વર્ષ મુજબ ચાલુ વર્ષે પણ મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી મુખ્યમંત્રીની સુચનાનુસાર તા.૦૧/૦૮/૨૦૧૮ થી તા.૧૪/૦૮/૨૦૧૮ દરમ્યાન કરવામાં આવશે.

આ ઉજવણી મોરબી જિલ્લા કક્ષાએ કરવા માટે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને આજ રોજ એક મીટીંગ યોજાઇ હતી. જેમાં તા.૦૧/૦૮/૨૦૧૮ થી તા.૧૪/૦૮/૨૦૧૮ દરમિયાન ’’મહિલા સુરક્ષા દિવસ’’,’’બેટી બચાવો બેટી પઢાવો’’, મહિલા સ્વાવલંબન દિવસ’’,’’મહિલા નેતૃત્વ દિવસ’’,’’ મહિલા આરોગ્ય દિવસ’’,’’મહિલા કૃષિ દિવસ’’,’’મહિલા શિક્ષણ દિવસ’’,’’મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ’’,’’મહિલા કલ્યાણ દિવસ’’, મહિલા બાળ પોષણ જાગૃતિ’’,’’મહિલા કર્મયોગી દિવસ’’, મહિલા કાનુની જાગૃતિ દિવસ’’, શ્રમજીવી મહિલા દિવસ’’, મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસ’’ શિર્ષક હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવા માટે જુદા જુદા વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ માત્ર જિલ્લા કક્ષાએ જ નહિ પણ તાલુકા કક્ષાએ પણ યોજાય તેવું આયોજન કરવામાં આવે અને આવા કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃતી મળે તેમ કલેકટરએ જણાવ્યું હતું.આ મીટીંગમાં અધિક નિવાસી કલેકટર કેતન.પી.જોશી, તેમજ જિલ્લાના અધિકારીઓ હાજર રહયાં હતાં.

Comments
Loading...
WhatsApp chat