


મોરબી નજીક હાઈવે પરના સિરામિક સિટીમાં મહિલા આજે સાતમાં માળે કપડા સુકવતી હોય ત્યારે ઓચિંતી તે નીચે ખાબકતા મહિલાનું કરુણ મોત થયું છે
મોરબીના લાલપર નજીક આવેલી સિરામિક સીટીના રહેવાસી રિદ્ધિબેન ડેનીશભાઈ દેકાવાડીયા (ઉ.વ.૨૧) નામની પરિણીતા આજે પોતાના એપાર્ટમેન્ટના સાતમાં માળે કપડા સુકવતા હોય ત્યારે અકસ્માતે નીચે ખાબકતા તેણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત નીપજ્યું હતું. બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ઈમ્તિયાઝ જામ ચલાવી રહ્યા છે તેમજ પરિણીતાનો લગ્નગાળો એક વર્ષનો હોવાનું પણ જાણવા મળ્યું છે.

