મહિલા બુટલેગરે કરેલા હુમલાની પોલીસે ફરિયાદ ના લીધી ? ડીજીપીને પત્ર…

સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ દ્વારા ડીજીપીને ધગધગતો પત્ર

 

        ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પર મહિલા બુટલેગરોએ કરેલ હુમલાની પોલીસ ફરિયાદ ના લેતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

        મોરબી જીલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પીન્કુબેન રાજેશભાઈ ચૌહાણ દ્વારા રાજ્યના ડીજીપીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તેના પરિવાર પર મહિલા બુટલેગર દ્વારા કરેલ હુમલાના બનાવમાં ડીવાયએસપી મોરબી દ્વારા ટેલીફોનીક સુચના પીએસઆઈ મોરબી તાલુકાને આપી ફરિયાદ ના લેવા જણાવેલ.

        પરિવાર પર થયેલા હુમલાના બનાવમાં બુટલેગરોને બેફામ હપ્તાખોરીને લીધે છાવરવામાં આવે છે અને ફરિયાદ લેવામાં આવતી નથી. વધુમાં જણાવ્યું છે કે ગેરકાનૂની પ્રવૃતિઓને ઉજાગર કરતા હોય તેમના પર થયેલ હુમલા બાદ અન્ય કોઈ બનાવ ના બને તેવો પ્રબંધ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે તેમજ મોરબી જીલ્લામાં ચાલતી ગેરકાનૂની પ્રવૃતિઓ પર અંકુશ લાવવાની માંગ કરી છે.

Comments
Loading...
WhatsApp chat