Billboard ad 1150*250

મોરબીમાં બોળ ચોથના દિવસે મહિલાઓએ ગાય અને વાછરડાની પૂજા કરી,Video

0 49
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

સૌરાષ્ટ્ર પંથકમાં આજે પણ બોળ ચોથની પરંપરા અકબંધ જોવા મળે છે આજે મોરબીમાં બોળચોથના દિવસે સૌભાગ્યવ્રતી મહિલાઓએ બોળ ચોથનું વ્રત રાખી ગાય માતા અને વાછરાડાની પૂજા કરી હતી મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ગાય માતાનું પૂજન કરવામાં આવ્યું હતું આજના દિવસે આખો દિવસ ખાંડશું નહી કે દળશું નહીં, તેમજ છરી ચાકાથી શાકભાજી નહિ સુધારીને ઘઉંનો ત્યાગ કરી બાજરાના રોટલા અને મગ ખાઈને એકટાણું કરી દૂધ છાશનો પણ ત્યાગ કરે છે, અને બોળચોથની મહત્વ ધરાવતી કથા વાર્તા નો વાંચન કરી પ્રાચીન સમયની કથા કરીને બોળચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉત્સાહભેર ગાયની વાછરડાની પૂજા કરી બોળ ચોથની ઉજવણી કરે છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ગાયમાતા અને વાછરડાનું પૂજન કરી આસ્થાભેર બોળ ચોથનું વ્રત કરે છે જે હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ ધરાવે છે

Comments
Loading...
Share This
WhatsApp chat