Billboard ad 1150*250

મોરબી જીલ્લાકક્ષા એથ્લેટિક સ્પર્ધામાં મહિલા પોલીસે ૨ ગોલ્ડ મેડલ જીત્યા

0 94
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

૪૦૦ અને ૮૦૦ મીટર સ્પર્ધામાં વિજેતા બન્યા

Post ad 2

        મોરબી પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી તાજેતરમાં જીલ્લા કક્ષાની એથલેટીક્સ સ્પર્ધામાં બે કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે

        મોરબી જીલ્લાકક્ષાની એથલેટીક્સ સ્પર્ધાનું હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂતે ભાગ લીધો હતો અને મહિલા પોલીસે ૪૦૦ અને ૮૦૦ મીટર રનીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને પોલીસનું ગૌરવ વધાર્યું છે

        ભૂમિકાબેન અગાઉ ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં નેશનલ તેમજ સ્ટેટ લેવલની સ્પર્ધામાં વિજેતા બની પોલીસ પરિવારને ગૌરવ અપાવી ચુક્યા છે અને પોલીસ પરિવારના સહયોગથી તેઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજેતા બની રહ્યા છે અને એક બાદ એક ગોલ્ડ મેડલ જીતીને પોલીસ પરિવારને ગૌરવ અપાવી રહ્યા છે     

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat