મોરબી પાલિકા કચેરીમાં મહિલાઓ પ્રમુખની ચેમ્બરમાં કરી તોડફોડ

મોરબી શહેરના અનેક વિસ્તારોમાં પાયાની સુવિધા મળતી ના હોય આવી જ સમસ્યાથી શનાળા રોડ પરની સોસાયટી તુલસીપાર્કના રહીશો પીડાતા હોય ત્યારે આજે મહિલાઓનું ટોળું પાલિકા કચેરી દોડી ગયું હતું.

તુલસી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટર, રોડ રસ્તા અને પાણી જેવી સુવિધાઓથી વંચિત સ્થાનિક મહિલાઓનું ટોળું પાલિકા કચેરી પહોંચી હંગામો કર્યો હતો જોકે રાબેતા મુજબ પાલિકાન પ્રમુખ કે ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારી કે પદાધિકારી ઉપસ્થિત ના હોય જેથી ટોળું વિફર્યું હતું

અને પ્રમુખની ચેમ્બરમાં પીવાના પાણીના માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો તો મહિલાઓની રજૂઆત સાંભળનાર કોઈ ના હોય જેથી ભારે રોષ ભભૂક્યો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પોલીસ સાથે પણ થોડીવાર રકઝક થવા પામી હતી જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat