મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં મહિલા હેલ્પલાઈન માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબીના સામાકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિર શૈક્ષણિક પ્રવૃતિઓ ઉપરાંત ઈત્તર પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઈન માર્ગદર્શન સેમીનાર શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સાર્થક વિદ્યામંદિરમાં આજે ૧૮૧ ટીમ દ્વારા માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સીલર અલ્પાબેન પરમાર ધોરણ ૬ થી ૧૨ ની બહેનોને માર્ગદર્શન આપ્યું હતું અને મહિલા હેલ્પલાઈન ટીમની કામગીરીથી વાકેફ કરાવીને મહિલાઓને મુશ્કેલીના સમયમાં ટીમ કેવી રીતે મદદરૂપ થાય છે તે સમજાવ્યું હાતું

૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સિલર ઉપરાંત કોન્સ્ટેબલ ભારતીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા શાળા તરફથી તેમના સરાહનીય કાર્ય બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અને સંસ્થાના અગ્રણી કિશોરભાઈ શુક્લએ ૧૮૧ ટીમને માર્ગદર્શન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat