Billboard ad 1150*250 Billboard ad 1150*250

મહિલા સશક્તિકરણ : મોરબીમાં મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી

મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણી અંતર્ગત આજ રોજ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી મોરબી ટાઉનહોલ ખાતે મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ દિપ પ્રગટાવી બહેનોને સ્વચ્છતા જાળવવા તેમજ સુકો અને ભીનો કચરો અલગ-અલગ રાખી સરકારના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા જાણાવેલ.

જ્યારે ઉપસ્થિત બહેનોને આરોગ્ય કર્મચારી એન.વી.રાઠોડ બહેન દ્વારા સ્વચ્છતા અંગે શુ કાળજી લેવી જોઈએ તેની મહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા તાલુકા પંચાયત સદસ્ય વિજયાબેન મકવાણા નગરપાલીકાના ઉપપ્રમુખ એમણાબેન મોવર સહિત નગરપાલીકા મહિલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat